HomeGujaratરાજકોટમાં અનરાધાર વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી, 4 બાળકોને ઈજા

રાજકોટમાં અનરાધાર વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી, 4 બાળકોને ઈજા

રાજકોટ શહેરમાં ગઈકાલ રાત્રીથી મેઘતાંડવ શરૂ થયું છે. ગઈકાલે આખી રાત્રી વરસાદ વરસ્યા બાદ આજે સવારે પણ અનરાધાર વરસાદ તુટી પડ્યો હતો. આજે અનરાધાર આઠ ઈંચ વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 4 બાળકો દટાઈ ગયા હતા. તમામ બાળકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ દુર્ઘટનામાં એક રીક્ષા અને ગાડીને નુકસાન જરૂર થયું છે. જ્યારે ચાર બાળકો ઘાયલ થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટના બાદ ઘાયલ બાળકોના પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW