HomeGujaratમોરબીના લાલપર નજીક ડમ્પરે એકટીવાને હડફેટે લેતા 3 ને ઈજા,

મોરબીના લાલપર નજીક ડમ્પરે એકટીવાને હડફેટે લેતા 3 ને ઈજા,

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામની હદમાં પાવર હાઉસ પાસે બપોરના સમયે એક એકટીવા બાઈકને એક ડમ્પરે હડફેટે લેતા એકટીવામાં સવાર ત્રણ લોકોને ઈજા પહોચી હતી ઘટનાની જાણ થતા મહેન્દ્રનગર લોકેશન તેમજ લાલબાગ લોકેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.


બનાવની મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ લાલપર પાવર પાસે એકટીવા સવાર લોકોને ડમ્પર સાથે હડફેટે લીધા હતા બનાવમાં વિવેકભાઈ સત્યેન્દ્રસિંહ ભાઈ ઉંમર વર્ષ 20, નૂરભાઈ પઠાણ,સિરાજ અહેમદભાઈ પઠાણ નામની ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોચી હતી ઘટનાની રાહદારીએ 108 માં જાણ કરતા મહેન્દ્રનગર લોકેશનની 108 ટીમના દલવાણી હનીફભાઈ, ઇએમટી દીપિકાબેન પરમાર તેમજ લાલબાગ લોકેશનના પાયલોટ નિલેશભાઈ બકુત્રાને ઇએમટી મનીષભાઈ ચૌહાણ બંને એમ્બુલન્સ સાથે મળીને ઘટના સ્થળે દોડી ગઈ ત્યાંથી બધા દર્દીઓને ઈમરજન્સી સારવાર આપી જીવ સાથે નજીકના સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW