મોરબીમાં 2020માં થયેલ ફાયરિગ વિથ મર્ડર કેસમાં મોરબી જેલમાં બંધ ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબ ચાનિયાએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તેમના તરફથી વકીલ દ્વારા માંગણી કરવામાં આવી હતી આરોપી ઇમરાન ટાવરને સતત પેટમાં દુખાવો રહેતો હોય અને ડોકટરી તપાસમાં તેને પેટમાં પથરી હોવાનું સામે આવ્યું છે જેથી ઓપરેશન કરાવવા અને આરામ માટે 30 દિવસના જમીન આપવામાં આવે તેમના વકીલે એવી પણ દલીલ કરી હતી કે તેના અસીલ સ્થાયી રહેવાસી હોય અને પરિવાર સાથે હોવાથી જમીન પર છૂટ્યા બાદ ક્યાય ભાગી જશે નહી
બીજી તરફ સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. જેમાં વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી જેમાં ઇમરાન ટાવર જે ઓપરેશન માટે અરજી કરી છે તેની પ્રાથમિક સારવારમોરબી અને અમદાવાદ સિવિલમાં ચાલી રહી છે જેથી ખાનગી હોસ્પિટલમાં સારવારની જરૂર રહેતી નથી અગાઉ પણ 15 દિવસના જામીન આપવામાં આવ્યા હતા આ ઉપરાંત આરોપી વિરુદ્ધ હત્યા આર્મ્સ એક્ટ જેવી ગંભીર ગુન્હો હોય અને આરોપી ચાલાક હોય અને કોઈના કોઈ બહાના કાઢી જામીન મેળવવા પ્રયત્ન કરે છે આ કેસમાં સામ સામી ફરિયાદ હોવાથી આરોપી ભાગી જવાની અને ટ્રાયલમાં વિલંબ થવાની સંભાવના છે.
બન્ને પક્ષની દલીલ આધારે તેમજ જેલ અને પોલીસ વિભાગ દ્વારા રજુ કરેલ દ્સ્તાવેજ આધારે સેસન્સ જજ પી.સી. જોષી દ્વારા આરોપી ઇમરાન ટાવરની જામીન અરજી ના મંજુર કરી હતી

