સૂત્રાપાડામાં 14 અને કોડીનારમાં 11 ઇંચ વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાને લીધે રસ્તા ધોવાઇ ગયા છે.
આ કારણે વાહન વ્યવહારને માંથી અસર થઇ છે. રાજકોટથી રવાના થતી કોડીનાર, ઉના, દીવ રૂટ પર જતી બસ બુધવારે રદ કરવામાં આવી હતી. જે ગુરુવાર સુધી યથાવત રહી.

હજુ સ્થિતિ કાબૂમાં નહીં હોવાને કારણે બસનો રૂટ રદ કરવામાં આવ્યો છે. શુક્રવારે પણ આ રૂટ પરની રાજકોટની 3 સહિત ઉપરના ડેપોમાંથી આવતી 11 એસ.ટી. બસના પૈડાંમાં મોટી બ્રેક લાગી છે. એસ.ટી.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોડીનાર પાસે પુલ વરસાદી પાણીમાં ધોવાઇ જતા વાહન વ્યવહારને અટકાવી દેવાયો છે. જેના પગલે હજુ શુક્રવાર સુધી કોડીનાર-ઉના-દીવ રૂટની બસ રદ કરી છે.

