HomeGujaratમોરબી: ઈટાકોન સિરામિક ફેક્ટરીમાં રીપેરીંગ વખતે આગ લાગી કારખાનેદાર સહીત 8 દાઝ્યા

મોરબી: ઈટાકોન સિરામિક ફેક્ટરીમાં રીપેરીંગ વખતે આગ લાગી કારખાનેદાર સહીત 8 દાઝ્યા

મોરબીના રંગપર નજીક ઈટાકોન સિરામિક નામની ફેક્ટરીમાં બુધવારે ભઠ્ઠીનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. આગ અચાનક એટલી ઝડપે લાગી ગઈ હતી કે ત્યાં કામ કરતા મજુર અને ફેક્ટરીમાલિક તેમજ કર્મચારીને દુર ખસવાનો મોકો પણ મળી શક્યો ન હતો આ ઘટનામાં આ આગમાં કારખાનેદાર સહિત આઠ દાઝી ગયા હતાં તેમાંથી ત્રણને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.

મોરબીના સીરમીક ઝોન એવા મોરબી જેતપર રોડ પર રંગપર ગામની હદમાં સીમ વિસ્તારમાં ઇટાકોન સીરામીકમાં બુધવારે ભઠ્ઠી રરીપેરીંગ કામગીરી ચાલતી હતી આ દરમીયાન અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી નજીકમાં જ ગેસની લાઈન હોવાથી પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું. ભઠ્ઠીમાં લાગેલી આગથી આઠ લોકો દાઝી ગયા હતા. દાઝેલા લોકોમાં રવિભાઇ આદ્રોજા (૨૯), કેવલ વરમોરા, જીતેન્દ્ર વામજા (૪૦), તરુણ ઈશ્વર મારવાણીયા (૪૧), પરેશ જયંતિ વરમોરા (૩૨), અરવિંદ દયારામભાઈ, અમરશી યાદવ (૨૪) અને ભાવેશ મનહર વાઘડિયા (૩૧) ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી બનાવમાં પરેશ વરમોરા, જીતેન્દ્ર વામજા અને રવિ આદ્રોજાને વધુ સારવાર માટે હાલ રાજકોટની હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા બનવ અંગે પોલીસે હાલ જાણવા જોગ નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW