રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહના રાજીનામાનો તત્કાલ પ્રભાવથી સ્વીકાર કરી લીધો છે. આ પછી સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો સિવાય અલ્પસંખ્યક મામલાના મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
વડાપ્રધાને નિર્દેશ કર્યો: પ્રધાનમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યા છે કે કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ જુબિન ઈરાનીને અલ્પસંખ્યક મામલાના મંત્રાલયનો પણ પ્રભાવ સોંપવામાં આવે. કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સાથે સ્ટીલ મંત્રાલયનો પ્રભાર પણ સોંપવામાં આવ્યો

