HomeGujaratમાળિયા : પાઈપ લાઈનમાં ભંગાણ કરી પાણીની ચોરી કરતા લેમિનેટના ફેક્ટરીના માલિક...

માળિયા : પાઈપ લાઈનમાં ભંગાણ કરી પાણીની ચોરી કરતા લેમિનેટના ફેક્ટરીના માલિક સામે ફરિયાદ

માળિયા પંથક વર્ષોથી પાણી તંગી સામે ઝઝૂમી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી આપવા સરકાર દ્વારા પાણીની પાઈપ લાઈન પાથરી લોકોને પાણીની વ્યવસ્થા કરે છે જોકે કેટલાક ફેક્ટરી ધારકો પોતાના ફાયદા માટે પાણીની લાઈનમાં ભંગાણ કરી ચોરી કરતા હોય છે આવી એક ઘટના માળિયા તાલુકાના રોહીશાળામાં આવેલ શાઈન માઈકા લેમિનેટ ફેક્ટરીમાં પાણી ચોરી થતી હોવાની ઘટના સામે આવી રહી છે જેમાં ફેક્ટરીના માલિક પરસોતમભાઇ દુદાભાઇ વાછાણી દ્વારા રોહીશાળા સી સવૅ નં.૧૨૧ પેકી-૨ મા આવેલ પોતાની શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીવાળાએ જી.ડબલ્યુ.આઇ.એલ.ની એન.સી.૩૧ પાઇપ લાઇનમાથી કંપનીમા પાણી લઇ જવા માટે ૪૦ મી.મી.વ્યાસ વાળી પાઇપથી કનેકશન આપી પોતાની કંપનીના ઉપયોગ માટે તેમજ પોતાની કંપનીના માણસોના ઉપયોગ કરવાના હેતુ થી પાણી લઇ તેમજ પાણીનો પુરવઠામા ઘટાડો થવાનુ જાણતા હોવા છતાં પાણીનો બગાડ કરી તેમજ પાઇપ લાઇનને નુકશાન કર્યું હતું આ અંગે માળિયા મિયાણા પોલીસે ફેક્ટરી માલિક પરસોતમભાઇ દુદાભાઇ વાછાણી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW