HomeGujaratલ્યો બોલો:,GPCBએ નિયમ ભંગ કરતી ફેકટરીનું વીજ કનેક્શન કાપવા 15 દિવસ પહેલા...

લ્યો બોલો:,GPCBએ નિયમ ભંગ કરતી ફેકટરીનું વીજ કનેક્શન કાપવા 15 દિવસ પહેલા નોટીસ આપી છતાં PGVCL ગઈ જ નહી

હળવદના ટીકર રણની ઢસી વિસ્તારમાં બિન અધિકૃત રીતે ધમધમતીઓ ફેક્ટરી સામે જીપીસીબીએએ લાલ આંખ કરી એકસાથે 5 ફેક્ટરીને ક્લોઝર નોટીસ તેમજ ૨૫ -૨૫ લાખનો દંડ ફટકાર્યો હતો બાદમાં વધુ એક ફેક્ટરીને ક્લોઝર નોટીસ અને ૨૫ લાખનો દંડ ફટકાર્યો હતો અને પીજીવીસીએલને આ તમામ ફેક્ટરીના વીજ કનેક્શન કાપવા નોટીસ હતી.જેમાથી અમુક ફેક્ટરીના કનેક્શન કાપી લેવાયા હતા જોકે શિવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીને ગત ગત 17 જૂનના રોજ નોટીસ આપી રૂ 25 લાખનો દંડ ફટકારી વીજ કનેક્શન કાપવા આદેશ કરવા છતાં આજદિન સુધી પીજીવીસીએલ વીજ કનેક્શન કાપવા પહોચી જ નહી

બીજી તરફ શિવમ સોલ્ટ નામની ફેક્ટરીને ક્લોઝર નોટીસ અપાયા બાદ તેનું વીજ કનેક્શન કાપવાં નોટીસ આપી હતી જેથી તેનું એકવાર વીજ કનેક્શન કાપી લેવાયું હતું.બાદમાં જીપીસીબીએ આ ફેક્ટરીને રિવોકનો ઓર્ડર આપી પુન વીજ કનેક્શન આપવા સુચના આપી હતી.આ સુચના મળ્યાના માત્ર 24 કલાક પીજીવીસીએલની ટીમ ફેક્ટરીએ પહોચી હતી અને ફરી વીજ કનેક્શનઆપી દીધું જ્યાં વીજ કનેક્શન કાપવાની સુચના હતી ત્યાં 15 દિવસ સુધી પહોચી ન હતી. જયારે વીજ કનેક્શન ફરી આપવાની વાત થઇ તો પીજીવીસીએલ હરખઘેલુ બનીને કનેક્શન આપવા પહોચી ગયું હતી

આ પહેલા જે 4 જેટલી ફેક્ટરીમાં વીજ ક્નેક્શન કાપવામાં આવ્યા હતા તેવી ફેક્ટરી ગેરકાયદેસર વીજ કનેક્શન મેળવી ધમધમતી સુત્રો પાસેથી મળી રહી છે. એવી પણ માહિતી મળી રહી છે કે આવી ફેક્ટરી સામે કાર્યવાહી કરવા જીપીસીબીએ ફરી એકવખત લાલ આંખ કરી આવી કોઈ ફેક્ટરી ગેરકાયદે ધમધમતી હોય તો વીજલન્સ ટીમ મોકલી કાર્યવાહી કરવા સુચના આપી હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.

સમાન્ય માણસને પોતાના ઘરના નવા કનેક્શન માટે પીજીવીસીએલના એટલા ધક્કા અને કાગળ કામગીરી કરાવે છે કે માણસને વીજ મીટર નહી પણ કોઈ ગુનાહિત કૃત્ય કર્યા બાદ તેની સજા આપવામાં આવતી હોય તેવો અહેસાસ થઇ જાય છે પીજીવીસીએલની એક ને ગોળ અને એકને ખોળ આપવાની નિતીથી લોકોમાં પણ રોષ પ્રસરી ગયો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW