એનસીપી પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે.શિવસેનાના નેતા એકનાથ શિંદેના બળવા બાદ મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીની સરકાર પડી ગઈ. બહુમતના અભાવે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તરત જ, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે સરકાર રચવાનો દાવો કર્યો અને મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. શિંદે સરકાર આવતીકાલે બહુમત સાબિત કરવા માંગે છે, પરંતુ તે પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે.
શું બોલ્યા પવાર: શરદ પવારે કહ્યું, “શિંદે સરકાર લાંબો સમય ટકશે નહીં. મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહો. શિંદે સરકાર પાસે અસંતુષ્ટોની મોટી ફોજ છે.” એનસીપીની આજની બેઠકમાં શરદ પવારે આ નિવેદન આપ્યું છે, તો આ નિવેદન બાદ રાજકીય ગલિયારામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
તૈયારી કરો: બેઠકમાં શરદ પવારે તેમના નેતાઓને મધ્યસત્ર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. શરદ પવારે કહ્યું, “એકનાથ શિંદે અને બીજેપીની સરકાર માત્ર 6 થી 8 મહિના જ ચાલશે. તે પછી મધ્યસત્ર ચૂંટણી થઈ શકે છે, તેથી તમામ તૈયારીઓ શરૂ કરો.”

