HomeGujaratમોરબી સિવિલમાં નિમણુક પામેલ ત્રણ માંથી 2 તબીબ હાજર ન થતા સ્થિતિ...

મોરબી સિવિલમાં નિમણુક પામેલ ત્રણ માંથી 2 તબીબ હાજર ન થતા સ્થિતિ જેસે થે

મોરબી જિલ્લાની સૌથી મોટી સીવીલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જોકે સુવિધાઓ વિહોણી સીવીલ હોસ્પિટલમાં લાંબા સમયથી ડોક્ટરો અને રેડિયોલોજીસ્ટની જગ્યા ખાલી હતી તો ખુદ સીવીલ સર્જનની પોસ્ટ પણ ઇન્ચાર્જથી ચાલે છે. જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ હોવાની સાથે હવે મેડિકલ કોલેજને પણ માન્યતા મળી છે તેમ છતાં તબીબો રેડીયોલોજીસ્ટ પેથોલોજીસ્ટ,એનેસ્થેટિક,કાયમી ઓર્થોપેડિક જગ્યા ભરાયેલ નથી તાજેતરમાં મંત્રી બ્રિજેશ મેરજાએ ગત 8 જુનના રોજ મસમોટી જાહેરાત કરી હતી કે સીવીલ હોસ્પિટલમાં સીવીલમાં જનરલ સર્જન તરીકે ડો.યશ પટેલ રેડિયોલોજીસ્ટ તરીકે ડો.હર્ષિલ આઘેરા તેમજ અને ગાયનેકોલોજિસ્ટ તરીકે ડો.મીરલ. આદ્રોજા એમ ત્રણ જગ્યા ભરવામાં આવી છે જોકે સ્થિતી એ બની છે કે નિમણૂક થયાના 22 દિવસ કરતા પણ વધુ સમય થવા છતાં રેડીયોલોજીસ્ટ તેમજ જનરલ સર્જન હાજર જ થયા ન હતા તો ગાયનેકોલોજિસ્ટ પણ હાજર થયાના બે ત્રણ દિવસ બાદ 30 જૂન સુધી રજા પર ઉતરી ગયા હતા જોકે શુક્રવારે ફરી તેઓ ફરજ પર હાજર થઈ ગયા હતા.
મોરબી જિલ્લાની હોસ્પિટલમાંરેડીયોલોજીસ્ટ અને સર્જન તેમજ ગાયનેકોલોજિસ્ટની જગ્યા ભરાઈ હોવાની મસમોટી જાહેરાત કરનાર મંત્રી દ્વારા બીજીવાર ફોલોઅપ લેવાનું પણ યાદ ન આવ્યું કે ખરેખર જેની મસમોટી જાહેરાત કરી હતી તેવા તબીબો હાજર થયા કે નહીં અને જો હાજર નથી થયા તો તેમના બદલે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ છે કે કેમ

સીવીલ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટની જગ્યા એક તો વર્ષોથી ખાલી હતી હવે આ જગ્યા ભરાઈ તો તે પણ હાજર ન થયા જેના કારણે એપેન્ડિક્સ,પથરીના દર્દીઓ કે એવા દર્દીઓ જેને સોનો ગ્રાફી કરવાની જરૂર પડે તો ફરજિયાત ખાનગી લેબોરેટરી માં લૂંટાવવા જવું પડે છે. તો સગર્ભા મહિલાઓને સમાન્ય સોનોગ્રાફી માટે સરકાર દ્વારા જરૂરી રકમ ચુકવવામાં આવે છે જોકે મહિલા સોનોગ્રાફી માટે જાય તો ખાનગી લેબોરેટરીના સંચાલકો 3 ડી સોનોગ્રાફી કરવવા અલગ અલગ કારણો આપી 3 ડી સોનોગ્રાફી કરવા મનાવી લે છે જેથી ગરીબ અને જરૂરીયાત મંદ દર્દી લૂંટાઈ રહ્યા છે. મોરબીના રાજકિય આગેવાનો અને મેડિકલ ક્ષેત્રમાં જોડાયેલ કેટલાક તત્વો દર્દીઓને લૂંટી રહ્યા છે તેમ છતાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય તરીકે સીવીલ સર્જન અને જિલ્લા કલેક્ટર બન્ને હોવા છતાં દર્દીઓને કલ્યાણ થાય તે બાબત પર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય અને સીવીલની કથડતી સુવિધા પણ પગલાં ન લેવાના સોગંધ લીધા હોય તેવી પરિસ્થિતિ બની ગઈ છે.
રાજય સરકાર દ્વારા રેડીયોલોજીસ્ટ અને સર્જન હાજર થયા નથી તેમને આપવામાં આવેલ મુદત સુધી અમે રાહ જોઈ હતી જોકે તેઓ હાજર થયા નથી જેથી હવે નવા રેડીયોલોજીસ્ટ અને સર્જન ફાળવામાં આવે તેવી સરકારમાં નવી માંગણી મુકવામાં આવી છે.તેમ ઇન્ચાર્જ સીવીલ સર્જન ડો.પી.કે દુધરેજીયાએ જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW