HomeGujaratમોરબી નવલખી રોડ પર બે ડમ્પર વચ્ચે ટક્કર ક્લીનરનું મોત

મોરબી નવલખી રોડ પર બે ડમ્પર વચ્ચે ટક્કર ક્લીનરનું મોત

જીવલેણ અક્સમાત માટે કુખ્યાત એવા મોરબી નવલખી રોડ પર શુક્રવારે ફરી એકવાર જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અન્ય એક બનાવમાં વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર મચ્છુ નદીના પુલ પર એક આઈસર ચાલકે એકટીવા ચાલક આધેડને હડફેટે લેતા તેનું મોત થયું હતું.

બનાવની મળતી માહિતી મોરબી નવલખી રોડ ઉપર આવેલ શાંતિનગર સોસાયટી નજીક GJ-36-T-9505 અનેGJ-36-T-9797જ નંબરના ડમ્પર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9797 નંબરના ડમ્પરના ચાલકને પગના ગોઠણમાં ઈજા પહોચી હતી જયારે તેમની સાથે ક્લીનર તરીકે કામ કરતા કુંતાસી ગામના વતની કિશોરભાઇ સોમાભાઇ ભંગેરીયાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું બનાવ બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો બનાવ બાદ મૃતકને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

તો બીજા એક બનાવમાં મોરબી વાકાનેર હાઇવે પર નરોતમભાઈ કાનજીભાઈ જાદવ પોતાનું GJ3CN 8844 નંબરનું બાઈક
ચલાવી ઘરેથી વાંકાનેર જતા હતા તે દરમિયાન રસ્તામા આરોપીએ પોતાના હવાલા વાળુ આડમ્પર નં.GJ-૦૩ BW
6545 વાળુ પુરઝડપે ચલાવીતા નરોતમભાઈને ઠોકર મારી હતી જેથી ફંગોળાઈ પડી જવાના કારણે તેમનું માથું ફાટી ગયું હતું બનાવ એટલો ગંભીર હતો કે મૃતકના ખોપરીનું માંસ રોડ પર ફેલાવવા લાગ્યું હતું બનાવ અંગે વાંકાનેર પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW