મોરબી : ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) એ મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર સાથે સંયુક્ત રીતે મોરબી ખાતે આજે શુક્રવારે મોરબી ખાતે એક્સ્પોર્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક્સ્પોર્ટરો સાથે વર્તમાન અને આગામી પડકારો તેમજ એક્સ્પોર્ટરોને પડતી તકલીફો અને તેના નિવારણ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક વેપારની બદલાતી ઈકોસીસ્ટમ પર વધુ સ્પષ્ટતા લાવવાનો હતો અને ભારત સરકાર દ્વારા નિકાસને સરળ બનાવવા માટે ઓફર કરાયેલ વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તેના વિશે ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, FIEO ના જનરલ ડાયરેક્ટર ડો. અજય સહાય, FIEO ના વાઈસ પ્રેસિડન્ટ ખલીદ ખાન, FIEO ના પ્રાદેશિક ચેરમેન નંદકિશોર કાગ્લીવાલ (વડોદરા), મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશ કુંડારીયા, હરેશ બોપલીયા, વિનોદ ભાડજા અને કિરીટ પટેલ તેમજ વિશ્વનાથ વાસ્તવ, જે.એમ. બિશ્નોઈ, કે.વી. મોરી, વિકાસ પ્રસાદ તેમજ ઔદ્યોગીક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

