HomeGujaratમોરબી જિલ્લામાં અકસ્માતની વણઝાર , હળવદમાં 2 અને મોરબીમાં 1 મોત

મોરબી જિલ્લામાં અકસ્માતની વણઝાર , હળવદમાં 2 અને મોરબીમાં 1 મોત

મોરબી જીલ્લામાં વાહન અકસ્માતની ઘટના અને તેમાં વાહન ચાલકના મોતનો સીલસીલો ઘટવાનું નામ લેતું નથી મોરબી છેલ્લા બે ત્રણ દિવસમાં મોટા અકસ્માતના બનાવ બન્યા હતા જેમાં હળવદમાં 2 લોકો જ્યારે મોરબીમાં એક વ્યક્તિનું મોત થયા હતા.

બનાવની મળતી માહિતી મુજબ હળવદના મોરબી દરવાજા થી મોરબી ચોકડી ખાતે GJ.13.BB.619 નંબરણા બાઈકમાં જઈ રહેલા અજાણી વ્યક્તિને મારુતી સુઝુકી વેગેનાર ગાડી નંબર GJ.13.NN.3080 ના ચાલકે પુરઝડપે બેદરકારી પુર્વક અને ગફલતભરી રીતે ચલાવી બાઈક સાથે ભટકાડી રોડ ઉપર પાડી દેતા બાઈક સવારને શરીરે માથાના ભાગે તથા છાતીમા પાસળીના ભાગે ગંભીર તેમજ ડાબા પગના પંજાના ભાગે ગંભીર ઈજાઓ કરી સારવાર દરમ્યાન અજાણી વ્યક્તિનું મોત થયું હતું બીજા એક બનાવમાં હળવદ તાલુકાના માનસર ગામના બસ સ્ટેશન પાસે GJ-27-TT-6112 નંબર ના ટ્રક ચાલકે પોતાના ટ્રક પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી આગળ જતા GJ-13-KK-1349નંબરના બાઈક સાથે પાછળથી ભટકાડતા બાઈક બેકાબુ થઇ પલટી મારી ગયું હતું આ ઘટનામાં બાઈકમાં સવાર રાજેશ ને પગમાં ફેકચર ઇજા તથા માથામાં હેમરેજ તથા ઝડબાના ભાગે ઇજા પહોચી હતી તો મનોજભાઇને શરીરે મુંઢ ઇજા પહોચાડી હતી તો અન્ય એક અલ્પેશભાઇ નામની વ્યક્તિનું મોત થયું હતું

ત્રીજા એક બનાવમાં મોરબીના રવાપર ગામમાં રહેતા શૈલેશ ઉફે લાલો પ્રભુભાઈ વિઠલાપરાના મિત્ર દિવ્યેશભાઇ કેશવજીભાઇ પટેલ તથા તેમના ફરીયાદીના પિતા પ્રભુભાઈ GJ-03-DQ-5607 નંબર નું એકટીવા લઇને જોઘપર ગામથી પોતાના ઘર તરફ જતા હતા દિવ્યેશભાઇ ચલાવતા હતા ત્યારે લીલાપર કેનાલ રોડ, લાડલી પાર્ટી પ્લોટ પાસે પહોચતા સામેથી GJ-36-L-4865 નંબરની કારના ચાલકે પોતાની હવાલા વાળી કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ચલાવી એક્ટીવા મોપેડને સામેથી અથાડી એક્સીડન્ટ કરતા એક્ટીવા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવેલ અને તેની પાછળ બેસેલ કેશવજીભાઇને પેટના ભાગે તેમજ બન્ને પગે મુંઢ ઇજા પહોચાડી પોતાના હવાલા વાળી કાર લઇ ફરાર થઇ ગયા હતા

પોલીસે તમામ ગુનામાં આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW