મોરબીમાં આગામી 3 જુલાઈ રવિવારના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજની કાર તથા બાઈક રેલી ઉપરાંત મહાસંમેલનનું આયોજન કરવામા આવ્યુ હતુ. જોકે તા.26 રવિવારના રોજ મોરબી લોહાણા સમાજના અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઈ ડાયાલાલ કોટકનુ આકસ્મિક અવસાન થયું હતું. તા.3ના રોજ મોરબી મુકામે યોજાનાર તમામ કાર્યક્રમો મોકુફ રાખવામા આવ્યા છે. આગામી સમયમા મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલનની નવી તારીખ જાહેર કરવામા આવશે.તેમ લોહાણા સમાજના આગેવાને જણાવ્યું હતું

