કેન્દ્ર સરકાર દ્વારા આર્મીમાં 4 વર્ષ માટે ભરતી કરવાની યોજના લાગુ કરતા દેશના અલગ અલગ રાજ્યોમાં વિરોધ થઇ રહ્યા છે કેટલાક રાજ્યમાં આ વિરોધ હિંસક બની રહ્યા છે.ત્યારે આ મુદે હવે કોંગ્રેસે પણ પોતાનો વિરોધ પ્રદર્શનનું રાજ્યભરમાં વિરોધ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મોરબી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા અને વિરોધપ્રદર્શન કરી સરકાર બેરોજગાર યુવાનો સાથે અગ્નિપથ યોજનાના નામે છેતરપીડી કરી રહી હોય તેવાં આક્ષેપ કર્યા હતા.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ જેરાજ પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી દિનેશ પરમારની આગેવાનીમાં કલેકટર કચેરી બહાર ધરણા કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને વહેલી તકે યુવાનોને આર્મીમાં કાયમી નોકરી આપવા તેમજ દેશમાં વધી રહેલી બેરોજગારી ઘટાડવા ખાલી પડેલી સરકારી જગ્યા પર કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવે આ ઉપરાંત દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીના કારણે દેશવાસીઓના જીવન જરૂરી ખર્ચા પણ વધ્ય છે જેથી મોઘવારી જાળવવા માગની કરી હતી.

