HomeGujaratઆ વર્ષે મોંઘવારીમાંથી રાહત નહિ મળે, RBI ગવર્નરએ કરી આ મોટી વાત

આ વર્ષે મોંઘવારીમાંથી રાહત નહિ મળે, RBI ગવર્નરએ કરી આ મોટી વાત

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસની ચિંતાજનક વાત સામે આવી છે. દુનિયાભરના અર્થતંત્રની મંદીની અસરમાંથી બહાર આવી શક્યા નથી. દાસે પણ સ્વીકાર્યું કે, દેશમાં મોંઘવારી છે.

આખું વર્ષ રહેશે મોંઘવારી: દેશમાં અર્થતંત્ર સામે અનેક પડકારો છે અને જનતા મોંઘવારીની સામે લડી રહી છે ત્યારે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ દ્વારા ભારે ચિંતાજનક જાહેરાત કરવામાં આવી છે અને એમણે એમ કહ્યું છે કે સમગ્ર વર્ષ દરમિયાન મોંઘવારીમાં થી જનતાને છુટકારો મળી શકે તેવી શક્યતા દેખાતી નથી.

આવતા વર્ષે સારા સંકેત: 2022 ના ડિસેમ્બર માસ સુધી કેન્દ્રીય બેંક દ્વારા નિર્ધારિત લક્ષ છ ટકાથી વધુ મોંઘવારીનો દર રહી શકે છે પરંતુ એમ પણ કહ્યું છે કે ડિસેમ્બર માસ વિતી ગયા બાદ છ ટકાની નીચે દર આવી જવાની અપેક્ષા પણ છે.

લોકોની આર્થિક કસોટી: મોંઘવારી અત્યારે નિશ્ચિત રૂપથી વિશ્વના મોટાભાગના દેશોમાં એક પડકાર બનેલી છે અને લગભગ તમામ અર્થતંત્રો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે અને આપણે પણ તેમાંથી બાકાત રહી શકીએ નહીં અને આપણે ત્યાં આખું વર્ષ મોંઘવારી લોકોની કસોટી કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW