મોરબી-માળિયા હાઈવે પર સુરજબારી પુલ પાસે શુક્રવારે એક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે વાહન ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતા માળિયા પોલીસ તેમજ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા હાઈવે પર પહોચીહતી અને રોડ ડાયવર્ટ કરી એક સાઈડ ચલાવવા મજબુર બન્યા હતા આ રોડ પર મોટી સંખ્યામાં ટ્રક અને ટ્રેલરની અવર જવર હોવાથી અહી આ રોડ વિસ્તારમાં 8 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરજબારી બ્રીજ પરથી માટી અને મીઠાની ગાડી મોટા પાયે નીકળ હતી હોય છે અને તેમાંથી આ મીઠું અને માટી નીચે ઢોળાઈ છે અને તેમાં વરસાદી પાણી પડવાના કારણે રોડ ચીકણો થઇ જાય છે પરીણામે ટ્રક ચાલક બ્રેક મારતા હોવા છતાં ટ્રક સ્લીપ થાય છે અને અક્સ્માત સર્જાઈ રહ્યા હોવાનું ટ્રક ચાલકો અને સ્થાનિકો જણાવી રહ્યા છે

