ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાને લઇને સમગ્ર દેશ હચમચી ગયો છે. તેવા સંજોગો વચ્ચે સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસના તાર ગુજરાત સુધી પહોંચ્યા હોય તેમ દિલ્હી પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગેંગના 3 શખ્સોને કચ્છથી દબોચી લેતા હડકંપ મચી ગયો હતો. મુંદ્રાથી ઝડપાયેલા 3 પૈકી 2 શખ્સો સિદ્ધુ મૂસેવાલાના હત્યારા હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે.દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલની પૂછપરછમાં મોટો ધડાકો થયો છે. જેમાં કશિશ ઉર્ફે કુલદીપ, પ્રિયવ્રત ઉર્ફે અશોક ઉર્ફે ફૌઝીએ હત્યા નિપજાવી હોવાનો ધડાકો થયો છે.
A large number of arms & explosives including 8 grenades, 3 pistols and around 50 bullets recovered from the possession of the three persons including two main shooters arrested in the Sidhu Moose Wala murder case: Delhi Police pic.twitter.com/QTRkLC2nv6
— ANI (@ANI) June 20, 2022
દિલ્હી પોલીસનું ઓપરેશન: આ હત્યાને પગલે દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી કામ કારી રહી છે. આ પ્રકરણમાં સંડોવાયેલ એક પછી એક શકમંદ શખ્સોને પોલીસ સકંજામાં લઇ રહી છે.મુંદ્રાથી ઝડપાયેલા ત્રીજા આરોપી કેશવે આરોપીઓને ભાગવામાં મદદ કર્યાનું પણ ખૂલ્યું છે. હત્યાકાંડ બાદ ત્રણેય આરોપીઓ મુંદ્રાના બારોઇ ગામમાં ભાડે રહેતા હતા. હરિયાણાના હિસારમાં છૂપાવેલા 8 ગ્રેનેડ, AK 47 રાઇફલ, કારતુસો સહિત આરોપીઓની પૂછપરછની માહિતી આધારે અન્ય હથિયારો પણ કબ્જે કરાયા છે.
હરિયાણાના શખ્સો: હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર નરેશ સેઠીના વંશજો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, કુખ્યાત નરેશ સેઠી હવે લૉરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલ છે. જેને પગેલ પોલીસ દ્વારા ત્રણેય આરોપીને કચ્છના મુંદ્રાથી ઝડપી દિલ્હી લઈ જવાયા હતા.

