HomeGujaratટ્રેનના એસી કોચમાંથી બેટરીના કોપર કેબલની ચોરી કરનાર ગેંગને RPF સ્ટાફે પકડ્યા

ટ્રેનના એસી કોચમાંથી બેટરીના કોપર કેબલની ચોરી કરનાર ગેંગને RPF સ્ટાફે પકડ્યા

રાજકોટ રેલવે ડિવિઝનના સમર્પિત કર્મચારીઓ તેમના ગ્રાહકોને સલામત મુસાફરીનો અનુભવ મળે તે માટે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા અવારનવાર અલગ અલગ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે ઓપરેશન રેલ સુરક્ષા પણ ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત તાજેતરમાં, ટ્રેનના એસી કોચમાંથી બેટરીના કેબલ અને નટ બોલ્ટની ચોરી કરનાર આરોપીઓ આરપીએફ સ્ટાફની સૂઝબૂઝ થી ઝડપી લીધા હતા .

19 જૂન, 2022 ના રોજ ટ્રેન નં. 22937 રાજકોટ-રીવા સુપર ફાસ્ટ એક્સપ્રેસ ના કોચ નંબર A1, A2, B1, B2, B3, B4 ના કૂલ 6 કોચ માં લાગેલ બેટરી સાથે ફીટ કરવામાં આવેલ 300 નંગ ઇન્ટર સેલ કનેક્ટર કોપર કેબલ (50 કિલોગ્રામ) અને નટ બોલ્ટ ( 20 કિગ્રા, ) સહિત કુલ રૂ.27,600/- ની કીંમત નો માલ ચોરી થયા ની સૂચના આરપીએફ સ્ટાફને મળી હતી માહિતી આધારે આરપીએફની ક્રાઈમ બ્રાન્ચ રાજકોટના ઈન્સ્પેક્ટર ઋષિકાંત રાય અને આરપીએફ રાજકોટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પંકજ ધાકડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શંકાસ્પદને શોધી કાઢવા અને કડીઓ મેળવવા માટે ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતાં. બાદમાં, ગોપનીય સ્ત્રોતો અને ડોગ સ્કવોડ ની મદદ થી ચોરી કરનાર 05 આરોપીઓમાંથી મદદથી 03 આરોપીઓ અને 01 રીસીવરની સંપૂર્ણ કિંમત રૂ. 27,000/- સાથે ધરપકડ કરવામાં આવી હતી અને 02 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. વધુ તપાસ આરપીએફ રાજકોટ ની સબ ઈન્સ્પેક્ટર નાઝનીન મન્સુરી ચલાવી રહ્યા છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.

રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, સૂઝબૂઝ અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW