HomeNationalઅંબાજીની જેમ હવે પાવાગઢની પણ પરિક્રમા કરી શકાશે

અંબાજીની જેમ હવે પાવાગઢની પણ પરિક્રમા કરી શકાશે

યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢના ડુંગર પર કાલીકા માતાજીના નવનિર્મિત મંદિરના શિખર પર પાંચ શતાબ્દી બાદ માડીની લાલ ધજા લહેરાઈ છે. હવે અંબાજીની જેમ પાવાગઢ ગબ્બરની પણ પરિક્રમા કરી શકાય એ રીતની વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે કરવાનું આયોજન હાથ ધરાયું છે. એટલું જ નહીં, પરંતુ દૂધિયા તળાવ પાસે 500માઈભક્તો એકસાથે બેસી જમી શકે એવું અન્નક્ષેત્ર બનશે અને યાત્રીઓ પાવાગઢમાં રાત્રિરોકાણ કરી શકે એ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

ટ્રસ્ટીની વાત: પ્રધાન સહિતના મહાનુભાવોને આવકારતાં અને યાત્રાધામના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરતાં શ્રી કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ, પાવાગઢના અધ્યક્ષ સુરેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘દૂધિયા તળાવ પાસે 500 લોકો જમી શકે એવું અન્નક્ષેત્ર બનાવવામાં આવશે અને એની ઉપર યાત્રીઓ રાત્રિરોકાણ કરી શકે એની વ્યવસ્થા કરવાની છે. એનું કામ શરૂ થઈ રહ્યું છે. આ ડુંગર નીચે પરિક્રમા થઈ જાય એવો પરિક્રમા રૂટ તૈયાર કરી રહ્યા છીએ.

પેસેન્જર લિફ્ટ બનશે: 500 પગથિયાં છે એટલે ઘણાને તકલીફ થાય છે એટલા માટે મંદિરે જવા માટે છાસિયા તળાવથી ઉપર સીધું પરિસરમાં અવાય એ પ્રમાણે બે વિશિષ્ટ પૅસેન્જર લિફ્ટનું આયોજન છે, જે ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ. આ ઉપરાંત બીજા રોપવેનું આયોજન છે. યાત્રીઓને તકલીફ પડી રહી હતી, જેથી આ તકલીફ દૂર કરવા પ્રોજેક્ટ હાથમાં લીધો હતો.’

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW