HomeNationalઆ ભાઈએ ભાડે હેલિકોપ્ટર ફેરવવા લોન માંગી, બેંક કર્મચારીઓ પણ ચોંકી ગયા

આ ભાઈએ ભાડે હેલિકોપ્ટર ફેરવવા લોન માંગી, બેંક કર્મચારીઓ પણ ચોંકી ગયા

ખેતી હવે પોસાતી નહોવાનું કારણ આપીને મહારાષ્ટ્રના હિંગોળીનાં 22 વર્ષના ખેડૂતે હેલિકોપ્ટર ખરીદીને તેને ભાડે આપવા રૂ.6 કરોડની બેંક લોનની અરજી કરી છે . ઔરંગાબાદના હિંગોળી જિલ્લાના તકતોડા ગામના રહેવાસી કૈલાશ પતંગેએ ગોરેગાંવમાં આવેલ બેંકમાં લોનની અરજી કરી છે. પતંગે પાસે બે એકર જમીન છે તેને જણાવ્યું છે કે અનિયમિત વરસાદ અને દુકાળ જેવી સ્થિતિને લીધે છેલ્લા કેટલાક વર્ષોથી ખેતી પરવડતી નથી છેલ્લા બે વર્ષ મેં મારી ખેતીમા સોયાબીન વાવ્યા હતા, પણ તેને કમોસમી વરસાદને લીધે સારો ભાવ મળ્યો નહોતો. પાકના વિમાની રકમ પણ પૂરતી નહોતી. એમ પતંગેએ જણાવ્યું હતું.

આ બાબતોને ધ્યાને લઈને પતંગેએ હેલિકોપ્ટર ખરીદવાનો વિચાર સુઝ્યો હતો અને તેને ભાડે આપીને સારી કામણી કરવાનો વિચાર સ્ફૂર્યો છે. પતંગેએ જણાવ્યું હતું કે એવું કોણ કીધું કે મોટા લોકો જ મોટા સ્વપ્ન જોઈ શકે છે? ખેડૂતોએ પણ મોટા સપના જોવા જોઈએ. મેં હેલિકોપ્ટર ખરીદવા રૂ.6.65 કરોડની લોનની અરજી કરી છે. અન્ય વ્યવસાયમાં ઘણી હરીફાઈઓ છે આથી મેં આ ઉપાય વિચાર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW