HomeGujaratઅગ્નિ પથની આગ જામનગર પહોંચી, ગુજરાતમાંથી વિરોધ શરુ

અગ્નિ પથની આગ જામનગર પહોંચી, ગુજરાતમાંથી વિરોધ શરુ

જામનગરમાં પણ અગ્નિપથના વિરોધની આગ પહોંચી ગઈ છે. શનિવારે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં જામનગરમાં એકઠા થયા હતા. વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે ભેગા થયા હતા, જેને લઈ બંદોબસ્ત માટે સમગ્ર પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ છાવણીમાં હોય એવા દ્રશ્યો છે

એસપી કચેરી નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, જેને લઈ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ સહિત એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો પોલીસસ્ટાફ દોડી ગયો હતો અને સમગ્ર સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થતાં પોલીસે સમજાવવાનો પ્રયાસો હાથ ધર્યા છે.

વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત કરી રવાના થયા હતા. વિદ્યાર્થીઓને અધિકારી દ્વારા ખાત્રી આપતા જણાવાયું હતું કે, અમે ઉચ્ચ અધિકારી સુધી તમારી માંગણી પહોંચાડીશું. જેને લઈ મામલો હાલ થાળે પડ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW