હળવદ તાલુકામાં ચેક રિટર્નની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ત્યારે હળવદ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. જેમાં હળવદ નામદાર કોર્ટે આરોપીને 6 મહિનાની કેદ તેમજ રૂ 9 લાખ 30 હજાર ચુકવવા આદેશ કર્યો છે. અને ફરિયાદીને આરોપીએ દંડ અને રકમ ન ચૂકવે તો વધુ એક મહિનાની સજા કોર્ટે સંભળાવી છે.
જાણવા મળતી વિગત મુજબ હળવદના કૃષ્ણનગરમાં રહેતા જગદીશ થોભણભાઈ સોનાગ્રાએ હિતેષ ઉર્ફે ચકો જગદીશભાઈ સોનગરાને જમીન લેવા માટે ચુકવેલી રકમ રૂ 9.25 આપેલા ત્યારબાદ જમીન અન્ય કોઈ વ્યક્તિને વેચાણ કરેલી હતી. તેમજ ફરિયાદીને પોતાની રકમ ચેક મારફત આપવા ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ ચેક બેંકમાં બાઉન્સ થતાં રૂ 9.25 લાખ રૂપિયાની રકમ ન દેવાની દાનતે આ એક આપેલ હોય જેથી જગદીશભાઈના વકીલ લલિત.જી.સોનગરાની ધારદાર દલીલને ધ્યાને રાખી નામદાર કોર્ટે આરોપી હિતેશભાઈ જગદીશચંદ્ર મહેતાને છ મહિનાની જેલની સજા, તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ તેમજ 9.25 ફરિયાદીને પરત ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. અને જો દંડ ન ભરે તો આરોપીને વધુ એક મહિનાની જેલની સજા આપવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે. વકીલ લલિત.જી.સોનગરાની ધારદાર દલીલો તેમજ તમામ પુરાવા ધ્યાને રાખી નામદાર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.

