HomeGujaratમોરબીમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા બાઈક સવાર યુવકને આંતરી બે શખ્સ પોણા...

મોરબીમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા બાઈક સવાર યુવકને આંતરી બે શખ્સ પોણા તોલાનો ચેન લઈ ફરાર

મોરબી શહેરમાં ચોરી લૂંટ મારામારીના બનાવ સતત વધી રહ્યા છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે વધુ એક ચિલઝડપની ઘટના બની હતી . બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઉમિયા સર્કલ વિસ્તારમાં આવેલ મથુરા સોસાયટીમાં રહતો ધ્રૂવ કુમાર સુરેશભાઈ કાંજીયા નામનો યુવના તેના ગોડાઉનથી પોતાના ઘરે જતો હતો તે દરમિયાન મોરબી શહેરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ એલ ઇ કોલેજ રોડ પર બુલેટ બાઈક લઈ બે શખ્સ આવી પહોંચ્યા હતા અને યુવકને આંતરી તેણે પહેરેલ રૂ. 35 હજારની કિંમતનો સોનાનો ચેન સેરવી લીધો હતો અને ધક્કો મારી પાડી દીધો હતો.બનાવ બાદ યુવકે બે અજાણ્યાં શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગે પી.આઈ પી.એ દેકાવડિયાએ તપાસ હાથ ધરી હતી.પોલીસે સીસીટીવી કેમેરા તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW