છેલ્લા ત્રણ ચાર દિવસથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને E.D દ્વારા નેશનલ હેરાલ્ડ સાથે અનૈતિક આર્થીક ગતિવિધિની આશંકા રાખી પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે.સતત બે દિવસથી તેમને કલાકો સુધી પૂછપરછ માટે રાખતા હોવાથી કોંગ્રેસ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. દિલ્હીમાં ED કચેરી બહાર કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે તો તેની સાથે સાથે દેશભરમાં પણ કોંગ્રેસ વિરોધ કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે આજે મોરબી જીલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી બહાર ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તેઓએ કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભાજપ દ્વારા કિન્નાખોરી રાખી ED નો દુરુપયોગ કરવામાં આવતો હોય તેમજ દિલ્હી તેમજ ગુજરાતમાં પોલીસ દ્વારા પણ કોગ્રેસ કાર્યકરો સાથે અભદ્ર અને લોકશાહીનું હનન કરતા વ્યવહાર કરવાના આક્ષેપ કર્યા હતા.

