HomeGujaratઆખરે હાર્દિક પંડ્યા આ સિરીઝ ટુર્નામેન્ટનો કેપ્ટન જાહેર, જાણો આ ટીમ અંગે

આખરે હાર્દિક પંડ્યા આ સિરીઝ ટુર્નામેન્ટનો કેપ્ટન જાહેર, જાણો આ ટીમ અંગે

ભારતના આયર્લેન્ડ પ્રવાસ માટેની ટીમનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવી દેવાયો છે. ભારતીય ટીમ બે ટી20 મેચની સીરિઝ રમવા માટે આયર્લેન્ડ જશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે તા. 26 અને 28 જૂને ડબલિનમાં બે ટી20 મેચ રમાશે.

એક માત્ર નવો ચહેરો: આ ટીમમાં એકમાત્ર નવો ચહેરો રાહુલ ત્રિપાઠી નક્કી છે. મહારાષ્ટ્રના બેટર રાહુલ ત્રિપાઠીએ આઈપીએલ-2022માં દમદાર પર્ફોર્મ કર્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાંથી રમતા 400થી વધારે રન નોંધાવ્યા હતા. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએલ-2022માં ચેમ્પિયન થઈ હતી.

પંતનું પાણી માપાયું: હાલમાં ભારતીય ટીમ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ રમી રહી છે. વિકેટકીપર બેટર રિશભ પંતને સુકાની બનાવવામાં આવ્યો હતો જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આયર્લેન્ડ સામેની ટી20 સીરિઝ માટે ભારતીય ટીમ આ મુજબ છેઃ હાર્દિક પંડ્યા (સુકાની), ભુવનેશ્વર કુમાર (ઉપસુકાની), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐય્યર, દીપક હૂડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW