HomeGujarat"કોઈ દીવાના કહેતા હે કોઈ પાગલ સમજતા હે" કવિતાથી જાણીતા કવિ કુમાર...

“કોઈ દીવાના કહેતા હે કોઈ પાગલ સમજતા હે” કવિતાથી જાણીતા કવિ કુમાર વિશ્વાસ આવતીકાલે મોરબીના મહેમાન

હિન્દી સાહીત્યના પ્રસિદ્ધ કવિ અને યુવાનોના પ્રિય તેમજ દેશ દુનિયામાં તેની હિન્દી કવિતાઓથી પ્રસિધ્ધિના શિખર સર કરનાર એવા કુમાર વિશ્વાસ તા 11 જુન શનિવારના રોજ સાંજે 8 વાગ્યે પ્રથમવાર મોરબીમાં આવી રહ્યા છે. મોરબીના ઉમિયા નવરાત્રી મહોત્સવ- મોરબી દ્વારા કાવ્ય કળશ જાહેર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે. ડો. કુમાર વિશ્વાસ પોતાની કવિતાઓથી મોરબીવાસીઓને મંત્રમુગ્ધ કરશે કુમાર વિશ્વાસ ઉપરાંત બીજા પણ જાણીતા કવિઓ મોરબી વાસીઓને અદ્ભુત કવિતાઓના રસ પીરસશે.

મોરબીના રવાપર ખાતે સન સિટી ગ્રાઉન્ડ ખાતે ઉમિયા નવરાત્રી મહોત્સવ- મોરબી દ્વારા ભવ્ય કાવ્ય કળશ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 11 જૂન ને શનિવારના રોજ સાંજે 8 કલાકથી યોજાનાર આ કાર્યક્રમમાં જાણીતા કવિ ડો. કુમાર વિશ્વાસ પોતાની કવિતાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ડો. કુમાર વિશ્વાસ ઉપરાંત અમિત શર્મા, ચેતન ચર્ચિત, સુમન દુબે, સુદીપ ભોલા, જાની બજરંગી પણ પોતાની કવિતાઓથી શ્રોતાઓને મનોરંજન પૂરું પાડશે. આ તકનો અચૂક લાભ લેવા શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW