મોરબી જીલ્લામાં આડેધડ ખુલ્લેઆમ ભેળસેળ યુક્ત ખાદ્યચીજ વસ્તુ વેચાતી હોવાની અને જાણે નિષ્ક્રિય હોય તેવી સ્થિતિ હતી ત્યારે આજે ફૂડ વિભાગમાં ભ્રષ્ટ્રાચારની પણ ફરિયાદ ઉઠી હતી અને આવી એક ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોના કન્ટ્રોલરૂમમાં ટેલીફોનીક ફરિયાદ સાથે ખાનગી બાતમી મળી હતી કે હળવદ થી મોરબી રોડ પરથી નીકળતા મોરબી જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ કચેરીના અધિકારી, વેપારીઓ પાસેથી નાણાં મેળવી છે.ભ્રષ્ટ્રાચાર કરી રહ્યા છે ફરિયાદ આધારે મોરબી એસીબીના પીઆઈ પી. કે. ગઢવી અને તેની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવ્યુ હતું અને કાર રોકી ચેકીંગ કરતાં, GJ-04-BE-5718 ની વોકસવેગન પોલો કાર મા હર્ષાબેન બી. પટેલ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ-૨ તથા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ચિરાગ નિમાવત ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ કચેરી મોરબી ના ઓ પાસેથી મળી આવેલ રોકડ અનુક્રમે ૬૭૯૩૦/= તથા ૮૭૨૦/=નો સંતોષકારક ખુલાસો ન કરતાં, ભ્રષ્ટાચાર સબંધી શંકાસ્પદ ગણી, કબજે લઈ, મોરબી એસીબી પો. સ્ટે. માં જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

