HomeGujaratવાંકાનેર:સરતાનપરમાં ચોરી કરવા ઘુસેલા બે શખ્સને ગામ લોકોએ પકડી થાંભલે બાંધી મેથી...

વાંકાનેર:સરતાનપરમાં ચોરી કરવા ઘુસેલા બે શખ્સને ગામ લોકોએ પકડી થાંભલે બાંધી મેથી પાક ચખાડ્યો

મોરબી જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવ ખુબ વધી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પોતાની કિમતી મિલકત સાચવવા રાત ઉજાગર કરવા પડી રહ્યા છે વાંકાનેર તાલુકાના સરતાનપરમાં ગામ લોકોનો રાત ઉજાગરો જાણે ફળ્યો હોય તેમ ગુરુવારે મોડી રાત્ર્રે બે અજાણ્યા શખ્સ ચોરી કરવાના ઈરાદે ગામમાં ઘુસ્યા હતા આં અંગે ગામ લોકોને જાણ થતા તેઓ સતર્ક થઇ ગયા હતા અને ત્રણેયને ઝડપી લીધા હતા અને રાત્રીના સમયે થાંભલા સાથે બાંધી મેથી પાક ચખાડ્યો હતો ત્રણેયની ગ્રામજનોએ એવી મેહમાનગતિ કરાવી કે જિંદગી પર ચોરી કરવાતો દુર ક્યારેય વિચારે પણ નહી તેવા કરી દીધા હતા બાદમાં ગ્રામજનોએ તેને માનવતા પણ દેખાડી હતી અને પાણી પીવડાવ્યું હતું અને વાંકાનેર પોલીસને જાણ કરી પોલીસને સોપ્યા હતા
મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ચોરી અને લુટની ઘટના પર જાણે પોલીસનો કોઈ અંકુશ જ ન રહ્યો હોય તેમ ખુદ દરેક ગામમાં જાતેપોતાની મિલકતની સુરક્ષા કરવાનું નક્કી કરી લીધું છે અને તેનું ધીમે ધીમે સારું પરિણામ પણ દેખાઈ રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW