ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરુપે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ (DPE) 9 થી 12 મી જૂન, 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.
ભવ્ય પ્રદર્શન: જેમાં મુખ્ય કાર્યક્રમોમાં ‘રાષ્ટ્ર નિર્માણ અને CPSEs’ પરનું ભવ્ય પ્રદર્શન છે. આ પ્રદર્શન આત્મનિર્ભર રાષ્ટ્ર તરફ CPSEsના યોગદાનને પ્રદર્શિત કરશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 9મી જૂનના રોજ કરશે. ત્યારબાદ 10 થી 12 જૂન સુધી આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.

મહત્વાકાંક્ષી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR જેવા મુદ્દાઓ પર શ્રેણીબદ્ધ વર્કશોપ, CPSEsની વાર્ષિક મૂલ્યાંકન પ્રણાલી, સૂક્ષ્મ અને નાના સાહસો (MSEs) પાસેથી પ્રાપ્તિ, સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) પર ચર્ચા વગેરે આયોજિત કરવામાં આવી રહ્યાં છે. વર્કશોપનો ઉદ્દેશ્ય તમામ હિતધારકોને એક મંચ પર એકસાથે લાવવાનો અને ભવિષ્યની કાર્યવાહીમાં અનુભવની વહેંચણી અને વ્યૂહરચના બનાવવાનો છે

