HomeGujaratમોરબી: ઉદ્યોગપતિની કાર સાથે અકસ્માત કરી પૈસા પડાવી લેવાનો પ્લાન સામસામો કેસ

મોરબી: ઉદ્યોગપતિની કાર સાથે અકસ્માત કરી પૈસા પડાવી લેવાનો પ્લાન સામસામો કેસ

મોરબીના ઉદ્યોગપતિ સાથે એક એવો બનાવ બન્યો જેમાં ઇરાદાપૂર્વક પૈસા પડાવી લેવાનો કારસો હોય એવું સામે આવ્યું. સીરામીક ઉદ્યોગપતિની કાર સાથે કાર અથડાવી કાર પર હુમલો કરાયો હતો. જે ઘટના 3 વ્યક્તિને ઇજા થઇ છે. આ કેસમાં મોરબીના લીલાપર ગામે રહેતા ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર સ્કોડા કાર ચાલકે પોતાની કાર બેફીકરાઇથી ચલાવી રોંગ સાઈડમાં આવી ફરિયાદી ગૌતમ મકવાણાની કાર સાથે ભટકાડી હતી. ગૌતમ મકવાણાના મિત્ર પારસ ઉર્ફે સુલતાન સાથે ઝધડો કરી લાફાવાડી કરી હતી.

ખીમભા ગઢવીએ સાહેદ અજયને માર મારી ઉપસરપંચ દીપ ગઢવી અને અન્ય 10 અજાણ્યા માણસોએ એક સંપ કરી લાકડાના ધોક, તલવાર અને ધારિયા ગૌતમ મકવાણાને માર મારી હિંસા કરી છે. અજયના કાકાને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

સામાપક્ષે મોરબીના રવાપર રોડ પર રહેતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી એ પોલીસ ફરિયાદ નોંધાવી છે, હર્ષદભાઈ, કિરીટભાઈ કરમશીભાઈ દેત્રોજા અને પાર્થ કિરીટભાઈ દેત્રોજા જે કારમાં હિસાબના પૈસા લઈને જતા હતા.કાર નંબર જીજે 23 બી એલ 8171 માં કારખાનાના હિસાબના રૂપિયા 295000 લઈને ઘરે જતા હતા ત્યારે રફાળેસ્વર ગામ નજીક એક સફેદ એસ્ક્રોસ કાર જીજે 36 એફ 0527;લઈને આરોપી સુલતાન, અજય અને ગૌતમ મકવાણા આવીને ફરિયાદી રજનીભાઈની કાર સાથે ભટકાડી ગાડીમાં પથ્થરના ઘા કરી ગાડીમાં નુકસાન કર્યું છે. ચાલકને ડાબા હાથમાં ઈજા કરી ફરિયાદી પાસે રહેલ 295,000 રૂપિયા ની ધાડ કરી લઇ ગયા હતાં આરોપી સુલતાન, અજય અને ગૌતમ મકવાણા તથા બે અજાણ્યા ઇસમોએ એ મંડળી રચીને સાહેદ હર્ષદભાઈને મારમારી જ કરી તથા છુટા પથ્થરના ઘા કરી કિરીટભાઈને ઈજા કરી છે.

પાર્થને નાકમાં ઈજા કરી પ્રતિકને ગૌતમ મકવાણા એ ગળું પકડી મારી નાખવાના ઈરાદે માથામાં પથ્થર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોધાવી છે તો મોરબી તાલુકા પોલીસે બન્ને પક્ષનો ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં સીરામીક એસોસિએશનના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો એસપી કચેરી ખાતે ભેગા થઈ ઉગ્ર રજુઆત કરી હતી. જ્યારે એસપી કચેરી ખાતે સિરામિકના આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ દોડી આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW