માળિયા તાલુકાના ઘાટીલા ગામમાં મંગળવારે શીખ જેવા દેખાતા બે શખ્સ બાઈકમાં આવ્યા હોય અને બાળકને આઈસ્ક્રીમની લાલચ આપી ઉઠાવી ગયા હતા. બાદમાં ગ્રામજનોએ બન્નેનો પીછો કરી બાળકને છોડાવ્યા હતા. જોકે, આરોપીઓ ભાગી ગયા હોવાની ચર્ચા જાગી હતી આ અંગે માળિયા પોલીસને જાણ થતા માળિયા પોલીસ મથકના પીએસઆઈ બી ડી જાડેજા અને તેની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અનેબાળક તેમજ ગ્રામજનો દ્વારા રજુ કરવામાં આવેલ થીયરી પર તપાસ હાથ ધરી હતી.

જોકે ઘટના અંગે કોઈ પુરાવા મળ્યા ન હતા કે જે જગ્યાએ થી બાળકનું અપહરણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો હતો તે જગ્યાના સીસીટીવી કેમેરામાં પણ કશું સામે આવ્યું નથી તેમ છતાંઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે અને સંપુર્ણ હકીકત તપાસ બાદ જ સામે આવી શકશે તેમાં પીએસઆઈ બીડી જાડેજાએ જણાવ્યું હતું

