HomeGujaratહળવદ : ચરાડવામાં ચોરીના ઈરાદે 4 શખ્સ ઘુસ્યા એક ઝડપાયો,ગ્રામજનોએ...

હળવદ : ચરાડવામાં ચોરીના ઈરાદે 4 શખ્સ ઘુસ્યા એક ઝડપાયો,ગ્રામજનોએ વાનને ઘેરી પોલીસ સ્ટાફ મુકવા માંગ

હળવદ પંથકમાં વધી રહેલી ચોરીની ઘટના ઓછી થવાનું નામ લેતી નથી હવે આ વિસ્તારમાં પોલીસની કામગીરી પરથી જાણે લોકોને ભરોસો ઉઠી ગયો હોય તેમ પોતાની મિલકતની સુરક્ષાની જવાબદારી પોતાના શિરે લઇ લીધી છે તાજેતરમાં સરા રોડ પર સ્થાનિકએ બે શંકા સ્પદ શખ્સને ચોરીના ઈરાદે પકડી પાડ્યા બાદ જેલ હવાલે કર્યા હતા ત્યારે ફરી એકવાર ચરાડવામાં ગ્રામજનોએ એક શંકાસ્પદ શખ્સને ઝડપી લીધો હતો ગ્રામજનોનો આક્ષેપ હતો કે 4 જેટલા શખ્સ ચોરીના ઈરાદે ગામમાં ઘુસ્યા હતા જોકે ગામ લોકોની સક્રિયતાને પગલે એકને ઝડપી લીધો હતો અને પોલીસને જાણ કરી પોલીસ હવાલે કર્યો હતો

ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસની વાનને જોતા જ ગ્રામજનોએ પોલીસને ઘેરી લીધા હતા અને અહી પોલીસ ચોકીમાં પીએસઆઈ એએસ આઈ તેમજ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ મુકવાની માંગણી કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW