મોરબી જીલ્લો જાણે વેબસીરીઝનું મિરજાપુર બની ગયું હોય તેમ એક પછી અલગ અલગ ગુનાઓ બની રહ્યા છે પોલીસ ચોરી લુટ અને હત્યા જેવા ગુનાઓ અટકાવી શકી નથી ત્યાં હવે બાળકોના અપહરણની ઘટનાઓ પ્રકાશમાં આવી રહ્યા છે હજુ બે દિવસ પહેલા મોરબીના ઘૂટું ગામમાં 7 વર્ષના બાળકનું અપહરણ થયું હતું જેને મોરબી અને જામનગર પોલીસના સયુક્ત પ્રયાસથી બચાવી લેવાયો હતો જોકે બાળકના અપહરણનું કારણ સામે આવે તે પહેલા વધુ એક બાળકના અપહરણની ઘટના બની છે આ અપહરણ વાંકાનેર તાલુકાના રાતા વીરડા ગામે બની હતી રાતાવીરડા ગામ નજીક આવેલ શ્યામ કોલ નામની ફેક્ટરીમાં રહેતા મૂળ એમપીના ધાર જિલ્લાના લીંબીતાલુકાના વતની પવન કૈલાશભાઈ નીંગવાલ નામના યુવાનનો 6 વર્ષનો પુત્ર રિતિકને ગત ૩ ના રોજ બપોરના સમયે અજાણ્યા શખ્સ અપહરણ કરી લઇ ગયો હતો પરિવારે બાળકની ફેક્ટરી અને આસપાસ વિસ્તારમાં તપાસ કરી હતી પણ પત્તો ન લાગતા અંતે પોલીસ ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

