HomeNationalઆશ્રમ એક્સપ્રેસમાં લોકો ઈન્સ્પેકટરે સબંધીને લોકો કેબીન માં બેસાડ્યો,વિડીયો સામે આવતા ત્રણ...

આશ્રમ એક્સપ્રેસમાં લોકો ઈન્સ્પેકટરે સબંધીને લોકો કેબીન માં બેસાડ્યો,વિડીયો સામે આવતા ત્રણ રેલકર્મી સસ્પેન્ડ

અમદાવાદથી દિલ્હી જતી આશ્રમ એક્સ્પ્રેસ ટ્રેનમાં બેદરકારીની એક મોટી ઘટના સામે આવી. ફુલસ્પીડમાં દોડતી એક ટ્રેનના એન્જિનમાં બેઠેલી એક વ્યક્તિએ ઈમરજન્સી ડીવાઈસ સાથે છેડછાડ કરી. એટલું જ નહીં પોતાના આ પરાક્રમનું તેને ફેસબુક પર લાઈવ પણ કર્યું. ઘટનાની જાણકારી સામે આવતા રેલ પ્રશાસનમાં હોબાળો ઊભો થઈ ગયો. ડિપાર્ટમેન્ટે ઘટના માટે જવાબદાર ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરતા આરોપી વ્યક્તિ વિરૂદ્ધ કેસ કર્યો છે.

આ ઘટના સોમવાર સાંજની બાંદીકુઈ જંકશનની છે. જ્યાં જયપુરથી પહોંચેલી આશ્રમ એક્સપ્રેસમાં ચીફ લોકો ઈન્સ્પેક્ટર (ડ્રાઈવર) સંતોષે પોતાના સંબંધી સુખરામને લોકો કેબિન (એન્જિન)માં બેસાડ્યો. કેમકે તેની ટિકિટ કન્ફર્મ ન હતી.

ટ્રેન જંકશનમાંથી રવાના થઈ તે સાથે જ સુખરામે કેબિનમાંથી ફેસબુક પેજ પર લાઈવ કરવાનું શરૂ કરી દીધું. ટ્રેનને પોતે ચલાવતો હોવાનો દાવો કરીને લાઈવ કરતો રહ્યો. વીડિયોમાં તે ટ્રેન ચલાવનારા ડીવાઈસ સાથે છેડછાડ કરતાં પણ જોવા મળ્યો. તે સમયે ટ્રેનમાં 800થી વધુ પેસેન્જર સવાર હતા.

જયપુર મંડલના DRM નરેન્દ્રએ જણાવ્યું કે તપાસમાં આ ઘટના બાંદીકુઈથી દિલ્હી વચ્ચે ઘટી હતી. જયપુર મંડલના રેલવે ચીફ લોકો ઈન્સ્પેક્ટર સંતોષ, લોકો પાયલટ પ્રદીપ મીણા અને આસિસ્ટન્ટ લોકો પાયલટ મનીષને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW