HomeGujaratથાય તે કરી લો તસ્કરોનો પડકાર :હળવદના માલણીયાદ માં માતા-પિતા વિનાની પુત્રીઓના...

થાય તે કરી લો તસ્કરોનો પડકાર :હળવદના માલણીયાદ માં માતા-પિતા વિનાની પુત્રીઓના ઘરમાં ખાતર પાડ્યું

હળવદ તાલુકામાં જાણે પોલીસ લાચાર બની ગઈ હોય તેમ તસ્કરો મનફાવે તેના ઘરમાં ઘુસી ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે .હળવદ તાલુકામાં પોલીસના નાક નીચે તસ્કરો અલગ અલગ સ્થળે ચોરી કરી રહ્યા હતા.એક સપ્તાહમાં 12 જેટલી નાના મોટી ચોરીની ઘટના બની હતી અને ગુરુવારે રાત્રે એક મકાનને તસ્કરો નિશાન બનાવ્યું હતું અને આ વખતે તસ્કરોએ નવા માલણીયાદ ગામમાં હરામખોર ત્રાટક્યા હતા અને એક જ પરિવારના સંયુક્ત મકાનમાં રહેતી માતા પિતા વિહોણી દીકરીઓના ઘરમાં ત્રાટક્યા હતા. દિપાલીબેન જેરામભાઈ સુરેલા અને તેની બે બહેનો ફળીયામાં સુતી હતી તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરની તિજોરીમાં રહેલ સોનાના ત્રણ હાર અને વીટી સહીત કુલ 7 તોલા જેટલા દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવની જાણ થતા યુવતીઓમાં તસ્કરો પ્રત્યે ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો દીકરીઓની મહેનતની કમાણી તસ્કરો લઇ જતા તસ્કરો પર ફિટકાર વરસી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW