HomeGujaratBCCIના અધ્યક્ષ પદેથી ગાંગુલીએ રાજીનામું નથી આપ્યું: જય શાહ

BCCIના અધ્યક્ષ પદેથી ગાંગુલીએ રાજીનામું નથી આપ્યું: જય શાહ

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના એક ટ્વિટથી ભારે હડકંપ મચી ગયો હતો. સૌરવે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, વર્ષ 2022 મારી ક્રિકેટ યાત્રાનું 30મું વર્ષ છે. હવે હું કંઈક એવું કરવા માગુ છું કે જેથી લોકોની સેવા માટે યોગદાન આપી શકાય. હું નવી ઈનિંગની તૈયારી કરી રહ્યો છું.આ ટ્વિટ બાદ એવું કહેવામાં આવતું હતું કે સૌરવે BCCI અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.

રાજકીય સંકેત: એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે, દાદા કોઈ રાજકારણમાં જોડાશે. પણ હાલ એમને કોઈ જ એવા સંકેત નથી આપ્યા. BCCIના સેક્રેટરી જય શાહે સ્પષ્ટતા કરી છે કે, સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું નથી.

ટ્વીટમાં કહ્યું આ: 1992માં મારી ક્રિકેટની જર્ની શરૂ થઈ હતી. વર્ષ 2022માં તેના 30 વર્ષ પૂરા થયા છે. ક્રિકેટે મને ઘણુ બધુ આપ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે તેણે મને તમારા સૌનું સમર્થન આપ્યું છે. હું એવી તમામ વ્યક્તિનો આભાર વ્યક્ત કરું છું કે જેણે આ સફરમાં મારો સાથ આપ્યો છે અને જ્યાં આજે હું છું ત્યાં પહોંચવામાં મારી મદદ કરી છે. આજે હું કંઈક નવી શરૂઆત કરવાની યોજના ઘડી રહ્યો છું. મને લાગે છે કે મારી આ શરૂઆતથી ઘણા બધા લોકોને મદદ મળશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW