રાજકોટના પેડક રોડ વિસ્તારમાં રેહતા અને જમીન લે વેચનો વ્યવસાય કરતા મુકેશભાઈ પ્રાગજીભાઈ રાદડીયાસાથે મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા વિનુ તળશી અઘારાએ જયાબેન વશરામ ડાભી ભરત વશરામ ડાભી મનસુખ ધનજી પરમાર,મુકેશ નારણભાઈ કંજારીયા તેમજ દયારામ સતવારા સહિતનાએ મળી રૂ 35 લાખની છેતરપીડી કરી હતી આ અંગે મુકેશભાઈ એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાવેલ ફરિયાદ મુજબ વિનુભાઈ અને અન્ય આરોપીઓએ કાવતરું રચી વજેપર ગામની સર્વે નંબર 1023 પૈકી 1 અને 2માં ભાગીદાર કરાર કરવાનું હોવાનું જણાવ્યું હતું અને તેના માટે જયાબેન વશરામભાઈ ડાભીએ જેમની જમીન હતી તેમના નામનું બોગસ આધાર કાર્ડ બનાવી લીધું હતું આ ઉપરાંત અન્ય બે આરોપી ભરત ડાભી અને મનસુખ પરમારે પણ બોગસ આધારકાર્ડ બનાવી સાક્ષી રહ્યા હતા . તમામ આરોપીઓએ મુકેશભાઈ સાથે ખોટું ભાગીદારી કરાર કરી વિશ્વાસ ઘાત કરી ધંધો કરવા રૂ 35 લાખ જેટલી રકમ લઇ લીધી હતી છેતરપીંડી કરી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે પણ આરોપીઓ વિરુદ્ધ ipc 406,420,465, 467, સહીત અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

