HomeGujaratમોરબી: C.M.આવાસ યોજનાનું કામ 8 વર્ષે પણ અધૂરું પાલિકાએ કોન્ટ્રાક્ટ રદ કર્યો,રૂ.૩.૮૪...

મોરબી: C.M.આવાસ યોજનાનું કામ 8 વર્ષે પણ અધૂરું પાલિકાએ કોન્ટ્રાક્ટ રદ કર્યો,રૂ.૩.૮૪ કરોડ જમા કરવા આદેશ

મોરબી નગરપાલિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી લાલિયાવાડી ચાલી આવી છે વર્ષોથી પાલિકામાં ચાલતા એક પણ કામ અધૂરા પડ્યા છે જેના કારણે એક તરફ મોરબી શહેરની જનતા સુવિધાઓ વંચિત રહ્યા છે.તો બીજી તરફ પાલિકાને પણ કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન સાથે સાથે પ્રતિષ્ઠા ગુમાવી પડી છે મોરબી પાલિકાના તત્કાલીન પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાયેલ સદસ્યો તેમજ ચીફ ઓફિસર દ્વારા આ પ્રકારની લાલીયાવાડી ચલાવતી એજન્સીઓને જાણે છાવરી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે હાલ ચીફ ઓફિસર દ્વારા જે રીતે એક પછી એક એજન્સીઓને ઘરભેગી કરવાનો સિલસિલો શરુ કર્યો છે તેનાથી ખાનગી એજન્સીઓમાં ફફડાટ પસરી ગયો છે

મોરબી પાલિકા વિસ્તારમાં ગરીબ પરિવારને ઘરનું ઘર અપાવવા રાજ્ય સરકારની ગ્રાન્ટથી બનતા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 600 આવાસ બનાવવા ડીસેમ્બર 2013 માં અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન નામની અમદાવાદની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જેતે સમયે એજન્સીને કોન્ટ્રકટ મળ્યો ત્યારે 12 મહિનામાં કામ પૂર્ણ કરવાની શરત રાખવમાં આવી હતી જોકે 31 મે સુધી આવાસના કામ પૂર્ણ થયા ન હતા અને એજન્સી કામ અધુરી મુકીને જતી રહી છે.આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા એજન્સીને પત્ર લખી કામગીરી પૂર્ણ કરવા જાણ કરવા છતાં એજન્સી દ્વારા કોઈ જવાબા આપવામાં ન આવતા અંતે મોરબી પાલિકા ચીફ ઓફિસર દ્વારા એજન્સીનો કોન્ટ્રકટ રદ કરી દીધો છે અને એજન્સીએ જે તે સમયે ભરેલી રૂ 97,64,615 ડીપોઝીટ જપ્ત કરી છે.

ક્રિષ્ના એજન્સીને મોક્લવામાં આવેલ આખરી નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી આવાસ યોજના અનુસંધાને પાલિકાની કામધેનું પાર્ટી પ્લોટ વિસ્તાર નજીક સર્વે નંબર 1415માં રૂ 16,62,05,515ની કિમતની અંદાજીત કિ,મત કરતા 11.81 ટકા ઉચાં ભાવ સાથે એટલે કે 18,58,32,251 નો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો જેમાં આવાસના તમામ કામ પૂર્ણ કરી પાલિકાને કમ્પ્લીટ વર્ક પૂર્ણ કરી આપવા જણાવ્યું હતું તેમ છતાં એજન્સી દ્વારા અલગ અલગ 4 પેકેજમાં કરવાની કામગીરી પૂર્ણ કરી ન હતી પેકેજ 1માં એજન્સીનુ 2.35 કરોડનું કામ અધૂરું છે આ ઉપરાંત પેકેજ 2 માં 1.31 કરોડ,પેકેજ 3માં 61.30 લાખ પેકેજ 4 ,માં 53.93 લાખ એટલે કે કુલ પ્લાનિંગનું રૂ 4,82,36,99૩ કામ બાકી હોવાનું સામે આવ્યું હોવાથી પાલિકા દ્વારા એજન્સીનો કરાર રદ કરી તેઓની રૂ 97.64 લાખની સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવી હોવાનું તેમજ બાકી રહેતી રકમ રૂ 3,84,72,378 નોટીસ મળ્યાના 15 દિવસમાં ભરપાઈ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત એજન્સીને આ રકમ ભરપાઈ નહી કરવામાં આવે તો તેમના વિરુદ્ધ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 49(છ)248 અને 249 મુજબ તેમજ આઈપીસી ૧૮૭૨ ની કલમ 420 મુજબ કાયદેસર કાર્યવાહી કરવાની પણ પાલિકા દ્વારા ચીમકી આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW