મોરબી જિલ્લાની અતિ પછાત એવી માળિયા મિયાણા નગરપાલિકા વર્ષોથી સુવિધા વિહોણી બની છે અહીની મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી નગરપાલિકા જર્જરિત અવસ્થામાં છે પાલિકા વિસ્તાર વાંઢ વિસ્તારમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ વીજળી કનેક્શન નથી કે પાણી નથી ભૂકંપ બાદ તમામ તાલુકા અને શહેરી વિસ્તારમાં બસ સ્ટેશન બન્યું પણ અહી 22 વર્ષે પણ બસ સ્ટેશન બન્યું નથી સિવિલ હોસ્પિટલમાં પણ સિવિલ સર્જન કે પૂરતા એમડી ડોક્ટર નથી સ્ટાફ ક્વાર્ટર પણ જર્જરિત અવસ્થામાં છે.
મામલતદાર કચેરીથી નેશનલ હાઈવેને જોડતા રોડ પર તો એટલી હદે ખાડા છે કે જાણે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે કહેવું મુશ્કેલ છે આંગણવાડીઓ પણ બંધ હાલતમાં નથી સ્થાનિકોને વીજ બીલ ભરવા 20 કિમી દુર પીપળીયા જવું પડે છે તો બેંકમાં એટીએમ પણ નથી જેથી 4 વાગ્યા બાદ કોઈને રોકડ રકમની જરૂર પડે તો ન છૂટકે પીપળિયા તરફ જવું પડે છે રેલ્વે જંક્શનમાં પણ ગાંધીધામ કે અમદાવાદ તરફથી આવતી ટ્રેન પણ સ્ટોપ નથી જેના પગલે માળિયા શહેરના લોકોને બહાર ગામ જવું હોય તો એક પણ વાહન મળતા નથી જેના કારણે ન છુટકે મોરબી તરફ જવું પડે છે.

માળિયા શહેરમાં એક પણ માધ્યમિક શાળા પણ આવેલ નથી જેના કારણે દીકરીઓનો પ્રાથમિક શાળા બાદ અભ્યાસ પણ છૂટી જતો હોય છે માળિયા પાલિકા તરફ સરકારઅને જિલ્લા વહિવટી તંત્ર ભેદભાવ ભર્યું વલણ દાખવતા હોવાથી આજે સ્થાનિક કાર્યકર ઝૂલ્ફીકાર યુ સંધવાણી આમરણ ઉપવાસ પર બેસી ગયા હતા ઉપવાસ આન્દોલન પહેલા સ્થાનિકોને સાથે રાખી મૌન રેલી પણ કરવામાં આવી હતી

