વાંકાનેર તાલુકાના ભલગામમાં આવેલ નવાપરામાં રહેતા વિનોદભાઈ પ્રવીણભાઈ ડેગડા નામના શ્રમિકના ઘરમાં ગત 29ના મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં રહેલ કબાટનો નકુચો તોડી કબાટમાં રહેલા રૂ 2.10 લાખની કિમતના 7 તોલા સોનાના તેમજ રૂ 10,000ની કિમતના 600 ગ્રામ ચાંદીના દાગીના તેમક રોકડ રૂ 5000 મળી કુલ રૂ 2.25 લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનાવની વિનોદભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે એએસપી અતુલ કુમાર બંસલ તેમજ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એ એ જાડેજા તેમજ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

