રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિષયક નિર્ણય લેવામાં માર્ગદર્શન મળી રહે તે હેતુથીરાજ્ય સરકારના આદેશ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિક શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત પ્રેરણાથી જિલ્લા તાલુકા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થને યોજાશે.
મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા.30 મે સોમવારના રોજ મોરબીની વી સી હાઈસ્કુલના સવારે 10 થી 12 દરમિયાન યોજાશે. જેમાં સ્થાનિક તજજ્ઞોનું માર્ગદર્શન તથા વિવિધ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન અપાશે જે અંતર્ગત રોજગાર અને તાલીમ કચેરીના નિયામકશ્રી ટેકનિકલ શિક્ષણની કચેરીના તજજ્ઞશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશ્નશ્રી તેમજ કૃષિ અને પશુપાલન વિભાગના તજજ્ઞશ્રી દ્વારા ઓનલાઈન માર્ગદર્શન અપાશે. માર્ગદર્શન બાદ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો માટે પ્રશ્નોતરી પણ થશે. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંકલનમાં સરકારી ITI સરકારી એન્જિનિયરિંગ કોલેજ, રોજગાર અધિકારી કચેરી, ખેતીવાડી પશુપાલન સહિત કચેરીઓ સહયોગી થશે.
તાલુકા કક્ષાના કાર્યક્રમો તા.04 ના રોજ હળવદમાં રાજોધરજી હાઇસ્કુલ ખાતે, વાંકાનેરમાં મહોમદી લોકશાળા, ચંદ્રપુર ખાતે, ટંકારામાં એમ.પી. દોશી વિધાલય ખાતે તેમજ માળિયા(મીં)માં કે.પી. હોથી હાઇસ્કૂલ ખાતે સવારે 10 થી 12 દરમિયાન યોજાશે .
જિલ્લાકક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં તેમજ કેન્દ્રીય મંત્રી તેમજ સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા રાજકોટ-ટંકારાના સાંસદ મોહનભાઇ કુંડારીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, તેમજ હળવદનાં ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, ટંકારાના ધારાસભ્ય લલીતભાઇ કગથરા, વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ચાવડા, તેમજ પૂર્વમંત્રી જયંતિભાઇ કવાડીયાની ઉપસ્થિતિ રહેશે.
શિક્ષણવિદ રમેશભાઇ પટેલ તથા ડેનિશભાઇ કાનાબાર વ્યકતત્વ આપશે. આ કાર્યક્રમોનો ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ અને વાલીઓને લાભ લેવા જિલ્લા શિક્ષણાધિકારી જણાવ્યું છે

