રાજ્યપાલ જગદીપ ધનખડે આક્ષેપ કર્યો હતો કે, બંગાળની ૨૪ યુનિવર્સિટીઓમાં તેમની મંજૂરી વિના અને આદેશોની અવગણના કરતા કુલપતિ અંગે નવો નિર્ણય લેવાયો છે. ટૂંક સમયમાં જ આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો તેમણે કાર્યવાહી કરવી પડશે.
વિવાદ આમ થયો: આ પહેલાં રાજભવનમાં રાજ્યપાલ તરફથી બોલાવાયેલી બેઠકમાં ખાનગી યુનિવર્સિટીઓના કુલપતિઓએ હાજર ન રહેતા પણ વિવાદ થયો હતો.અગાઉ રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વીટ કરીને મમતા સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, કુલપતિની મંજૂરી વિના જ ગેરકાયદે રીતે ૨૫ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરની નિમણૂક કરી દેવાઈ છે.

આવી પણ વાત: કોલકાતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સોનાલી ચક્રવર્તીની કોઈપણ પસંદગી વિના ચાર વર્ષના બીજા કાર્યકાળ લંબાવી દેવાયો છે. રાજ્યપાલ કોઈ બિલને મંજૂરી ન આપે તો આ મુદ્દે વટહુકમ લાવી શકાય છે. શિક્ષણ મંત્રી બ્રાત્ય બસુએ ગુરુવારે કહ્યું કે રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રીને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિ બનાવવા માટે ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરાશે. રાજ્ય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ પણ જાણો: પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલતો વિવાદ વિવિધ મુદ્દાઓ પર વધુ ગંભીર બની રહ્યો છે. હવે મમતા સરકારની કેબિનેટના મોટા નિર્ણયથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચેનો વિવાદ વધુ વકરશે. બંગાળમાં હવે રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ રાજ્યપાલ જગદીપ ધનખડના બદલે મુખ્યમંત્રી મમતા બેનરજી હશે.

