દિલ્હીની સાકેત કોર્ટમાં કુતુબ મિનાર સંકુલમાં મંદિર તોડીને મસ્જિદ બનાવવાના દાવા અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટ 9 જૂને ચુકાદો સંભળાવશે.
ASI એ કહી આ વાત: કુતુબ મિનાર સંકુલમાં સ્થિત મસ્જિદ મંદિર તોડીને બનાવવામાં આવી હોવાનો કોઈ પુરાવો નથી. એએસઆઈએ કહ્યું કે લોખંડનો સ્તંભ અને મંદિરના અવશેષો પહેલેથી જ ત્યાં હતા અથવા બહારથી લાવવામા આવ્યા હોવાના કોઈ પુરાવા નથી.
આ કદી પૂજા સ્થળ ન હતું: કુતુબ મિનાર ક્યારેય પૂજા સ્થળ નહોતું. એએસઆઈ એ કુતુબ મિનાર સંકુલમાં મંદિરના પુન:સ્થાપનની માંગનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે 1914થી કુતુબ મિનારને ઐતિહાસિક ઈમારત તરીકે સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે અને તેની રચના બદલી શકાતી નથી.

વિવાદની ઉત્પત્તિ: વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પૂર્વ એએસઆઈ પ્રાદેશિક નિર્દેશક ધરમવીર શર્માએ દાવો કર્યો કે કુતુબ મિનાર કુતુબ અલ-િદન ઐબકે નહીં પણ હિન્દુ રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યે હતો. તેણે કહ્યું કે તે સૂર્ય ટાવર હતો. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે પરિસરમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હતી અને 27 જૈન મંદિરોને તોડીને કુવાત-ઉલ-ઈસ્લામ મસ્જિદ બનાવવામાં આવી હતી.’

