જામનગર: જામનગર શહેરની જર્જરિત ઇમારતો બાબતે તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી 136 મકાન માલિકોને શોધી કાઢી તેઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે બે અતિ જર્જરિત એવા મકાનોને એસ્ટેટ શાખાની ટીમ દ્વારા આજે તોડી પાડવાની કામગીરી પણ કરી લેવાઈ છે. અન્ય 98 મકાન માલિકોને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રીપેર કરી લેવા માટે નોટિસ પાઠવાઈ છે.
100 મકાન માલિકને નોટિસ: 36 મકાનમાલિકો એવા હતા, કે જેઓએ પોતાના રહેણાંક મકાનમાં રીપેરીંગ કામ વગેરે શરૂ કરી દીધું છે, અને સેઇફ સ્ટેજે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 100 મકાનમાલિકો કે જેઓને હાલ નોટિસ પાઠવવામાં આવી છે, દરમિયાન જામનગરના ભાવસાર ચકલા વિસ્તારમાં અને ગઢની રાંગ વિસ્તારમાં બે જર્જરિત મકાનો કે જે અતિ ખખડધજ હાલતમાં અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ હોવાનું ધ્યાનમાં આવતા ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી રહી છે.
રીપેર કરવી લેવા આદેશ: જુના જામનગર સિટીના એરિયા માં 136 એવા જર્જરિત મકાનો ધ્યાનમાં આવ્યા હતા, જે તમામને બીપીએમસી એક્ટ 264 ,મુજબ નોટિસ પાઠવવામાં આવી છે, અને પોતાના જર્જરિત મકાનો તાત્કાલિક અસરથી રીપેર કરી લેવા અથવા તો જ જણાય તો તેવા મકાનોનું ડીમોલેશન કરી લેવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી.

