HomeGujaratનકલી માર્કશીટના કૌભાંડના મુખ્ય સૂત્રધારની ધરપકડ,38 વર્ષથી કરતો હતો આ કામ

નકલી માર્કશીટના કૌભાંડના મુખ્ય સૂત્રધારની ધરપકડ,38 વર્ષથી કરતો હતો આ કામ

બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ કૌભાંડમાં ઓછામાં ઓછા 250 જેટલા યુવાનોએ સશસ્ત્ર સેવાઓ સહિતના વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટની ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (DCB)એ આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર એવા અમરેલી જિલ્લાના ખાંભા ખાતેના રહેવાસી કેતન જોશી, દિલ્હીની તનુજા સિંઘ, જામનગરના જીતેન્દ્ર પિઠડીયા અને રાજકોટના પારસ લાખાણીની ધરપકડ કરી છે. સંસ્થા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો તેનું સંચાલન 62 વર્ષીય જયંતિ પટેલ કરી રહ્યા હતા જેમની અગાઉ ધરપકડ કરવામાં આવેલી છે.

આરોપીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે દિલ્હી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ માટેની સમાંતર વ્યવસ્થા કરી હતી જેનું સંચાલન તનુજા કરતી હતી. કેતન જોશી આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ છે. તેમણે સૌએ વર્ષ 2011માં દિલ્હીના ડુપ્લિકેટ એજ્યુકેશન બોર્ડની રચના કરી હતી જેના દ્વારા 14 રાજ્યો અને 49 શહેરોની 54 શાળાઓને બોગસ જોડાણ આપવામાં આવ્યું હતું. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મેઘાલય, પંજાબ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, કેરળ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓની પુછપરછ દરમિયાન આ સમગ્ર માહિતી સામે આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW