HomeGujaratમોરબીની 4 વધુ સોસાયટીમાં પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરીમાં કર્યો હલ્લાબોલ

મોરબીની 4 વધુ સોસાયટીમાં પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરીમાં કર્યો હલ્લાબોલ

મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં આવેલ ભક્તિનગર ૧ અને ૨ મારુતિનગર ૧ અને ૨ સંત કબીરનગર ૧ તેમજ વાટીકા એમ 4થી વધુ સોસાયટીની મહિલા આજે મોરબી પાલિકા કચેરીમાં આવી પહોચી હતી અને ચીફ ઓફિસર કચેરી બહાર ધરણા પર બેસી ગઈ હતી અને તેમના વિસ્તારમાં છેલ્લા અઢી મહિનાથી પીવાનું પાણી આવતું ન હોવાનો ચોકાવનારો આક્ષેપ કર્યો હતો મહિલાએ જણાવ્યું હતું કે શરુઆતમાં અનિયમિત પાણી આપ્યા બાદ છેલ્લા અઢી મહિના જેટલા સમય થયો અમારા વિસ્તારમાં સાવ પીવાના પાણી આવવાનું બંધ થઇ ગયું છે આ બાબતે અગાઉ અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી આ કાળઝાળ ગરમીમાં તેઓને પાણી માટે ખાનગી ટેન્કર પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. મહિલાઓએ પાલિકા ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાને પણ તેમના વિસ્તારમાં પાણી આપવા માંગણી કરી હતી તેમજ આ વિસ્તારમાં ભૂગર્ભ,સ્ટ્રીટલાઈટ અને રોડ રસ્તા સહિતની સુવિધા પણ ન મળતી હોય તેઓએ તેમના વિસ્તારમાં પાણીઅ અને અન્ય સુવિધા આપવા રજુઆત કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW