HomeGujaratSBIમાંથી લોન લેવી મોંઘી પડશે, જાણો કેમ

SBIમાંથી લોન લેવી મોંઘી પડશે, જાણો કેમ

દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એના માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ આધારિત ધિરાણદરમાં તમામ મુદત માટે ૧૦ બેસિસ પૉઇન્ટ્સ અથવા ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે, આ પગલું લોન લેનારાઓ માટે ઈએમઆઇ-માસિક હપ્તામાં વધારો કરશે. બૅન્ક દ્વારા અગાઉ પણ ૦.૧૦ ટકાનો વધારો થયો હોવાથી માત્ર એક જ મહિનાના ગાળામાં લોનના દરો ૦.૨૦ ટકા વધી ગયા છે

રિઝર્વ બૅન્ક દ્વારા આ મહિનાની શરૂઆતમાં અણધાર્યા વ્યાજદરમાં કરાયેલા વધારાને પગલે આ સુધારો કરવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્કે રેપો રેટમાં વધારો ૦.૪૦ ટકાનો વધારો કરીને ૪.૪૦ ટકાનો દર કર્યો હતો અને જેના પર એ બૅન્કોને ટૂંકા ગાળાનાં નાણાં ધિરાણ આપે છે. રેપો રેટ વધતાં બૅન્કો ધિરાણના દરમાં પણ વધારો કરે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW