HomeGujaratફિલ્મ હેરાફેરીની આગામી સિક્વલ માટે બાબુભાઈએ મૂકી આ શરત

ફિલ્મ હેરાફેરીની આગામી સિક્વલ માટે બાબુભાઈએ મૂકી આ શરત

ફિલ્મ ‘હેરા ફેરી’ના અત્યાર સુધીમાં બે ભાગ આવ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ત્રીજા ભાગને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. હેરા ફેરીના બંને ભાગમાં તમામ પાત્રોએ દર્શકોને ખુબ હસાવ્યા હતા. પરંતુ આ ફિલ્મનું એક પાત્ર એવું છે જેણે લોકોના દિલોમાં ઘર બનાવી લીધું છે. તે પાત્ર છે બાબુરાવ ગણપતરાવ આપ્ટે ઉર્ફે ‘બાબુ ભઈયા’. આ ફિલ્મમાં બોલીવુડ એક્ટર પરેશ રાવલે ‘બાબુ ભઇયા’નો રોલ કર્યો હતો. લોકોનું માનવું છે કે ‘બાબુ ભઇયા’નો રોલ પરેશ રાવલ કરતા સારું કોઈ કરી શકતું નથી.

પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ અંગે વાત કરી હતી. જ્યારે હેરાફેરીની સીક્વલ વિશે તેમને પૂછવામાં આવ્યું તો પરેશ રાવલે જણાવ્યું હતું કે, જો તમે મને ઇમાનદારીથી પૂછશો તો મારા મનમાં મારા કેરેક્ટરને લઇને કોઈ એક્સાઈટમેન્ટ નથી, જ્યાં સુધી તેનો બેકડ્રોપ અલગ ન હોય. જો મને ફરીથી તે વસ્તુ કરવાની છે. તે પ્રકારે ધોતી પહેરી, ચશ્મા લગાવી ચાલવાનું છે, તો પછી હું વધારે પૈસા ચાર્જ કરીશ.

પરેશ રાવલે વધુમાં કહ્યું કે, પૈસા સિવાય તેને કરવામાં કોઈ મજા નહીં આવે. જો અમે વર્ષો પછી હેરા ફેરીની સીક્વલને વાસી જોક્સ સાથે લાવીશું, તો તે કામ નહીં કરે. સ્ટોરીમાં કંઇક નવું હોવું જોઇએ, ત્યારે હું એક્સાઈટેડ થઈશ. નહીં તો તે જ ચાવેલો કોળિયો ફરીથી ચાવવા જેવું છે, તો પછી હું ઉત્સુક નથી. તમને જણાવી દઈએ કે, પરેશ રાવલ અગાઉ ફિલ્મ ‘શર્માજી નમકીન’માં જોવા મળ્યા હતા. હવે તે કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહઝાદા’માં જોવા મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW