વાંકાનેરમાં આવેલી એક મસ્જિદમાં અસામાજિક શખ્સ ઘુસી ગયો હતો અને તોડફોડ કરી સામાજિક માહોલ બગાડવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી બનાવ અંગે વાંકાનેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વાંકાનેર શહેરના ચાવડી ચોક વિસ્તારમાં તૈયાબજી મસ્જિદમાં બિહારના ગોપાલગંજ વિસ્તારનો મનીષ શાહ નામનો શખ્સ લાકડી સાથે ધુસી ઘડિયાળ અને કાચ તોડી તોડફોડ કરી નુકશાન કરતા માહોલ ગરમાયો હતો. બનાવ અગે વાંકાનેરના મનસુર મોઇઝી લાકડાવાલાએ વાંકાનેર સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

